Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભૂતકાળ સાંભરીને નકારાત્મક બનશો તો તમારી હેલ્થ બગડશે

લંડન તા. ૧રઃ જીવનમાં સારા અને નરસા બન્ને પ્રકારના અનુભવો થાય છે, પરંતુ જો ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરીને આજે પણ તમારૃં મન કડવું થઇ જતું હોય તો એ ઠીક નથી. આવું થતું રહેશે તો શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર થશે. યુરોપના નિષ્ણાતોનું કહેવું છે કે નકારાત્મક યાદોને વારંવાર વાગોળનારી વ્યકિત વારંવાર માંદી પડે છે. સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનેડાના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે વ્યકિતના ભવિષ્ય પર તેમના ભૂતકાળ, ભવિષ્યકાળ માટેના અભિગમની પણ ઘણી જ અસર થાય છે. જે લોકોને પોતાના ભૂતકાળથી અસંતોષ અને અકળામણ હોય તેઓ વર્તમાનનાં રોજિંદા કામોમાં પણ પૂરતું ધ્યાન આપી નથી શકતા. આવા લોકોને નાની-નાની શારીરિક પીડા પણ ખૂબ અસહ્ય લાગે છે. સ્પેનના રિસર્ચરોએ ૪પ સ્ત્રીઓ અને ૬પ પુરૂષોને તેમના જીવનને લગતી ઘટનાઓ વિશે સવાલો પૂછીને અને સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરીને બન્નેને કારણે વ્યકિતના સંબંધો નબળા હોય છે અને પોતે સ્વાસ્થ્ય માટે પૂરતી કાળજી પણ નથી રાખતા.

(11:46 am IST)