Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મૃત ગર્લફ્રેન્ડને જગાડવા માટે તેની સાથે સેકસ માણવા બદલ આ ભાઇને થઇ એક વર્ષની જેલ

ન્યુયોર્ક તા. ૧ર : અમેરિકાના કનેકિટકટમાં ૩૯ વર્ષના આરોન ગ્રેસર નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી, કેમ કેતેણે પોત. કબુલ્યું હતું કે તેણે પોતાની મૃત ગર્લફ્રેન્ડ સાથે સેકસ માણ્યું હતું. જાન્યુઆરી મહિનામાં બનેલી આ ઘટનામાં આરોનની ગર્લફ્રેન્ડ તેના ઘરમાં હેરોઇન અનેડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ પામી હતી. ડ્રગને કારણે તે સાવ જ નિશ્ચેત થઇને પડી હતી ત્યારે આરોન તેને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે પહેલાં મોં પર પાણી છાંટયું અને હલાવીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે કશું કામ ન લાગ્યું ત્યારે તેને થયું કે કદાચ જાતીય ઉત્તેજના અનુભવાશે તો ગર્લફ્રેન્ડ જાગી જશે. તેણે પોતે જ પોલીસને કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડને સેકસ માણવું નહોતું ગમતું એટલે તેને લાગેલું કે જો તેને ન ગમતું કંઇક થશે તો તરત જ તે રીએકટ કરશે એટલે તેણે તેની સાથે સેકસ માણ્યું એ છતાં તેણે કોઇ જ રિસ્પોન્સ ન આપ્યો. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હોવાનું સાબિત થયું છે, પરંતુ આરોનભાઇએ પોતે કરેલી ભદી કબુલાતને કારણેમૃતદેહ સાથે સંબંધ બનાવવા બદલ તેને એક વર્ષની જેલની સજા કોર્ટે સંભળાવી છે.

(11:46 am IST)