Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

થાઈલેન્ડમાં વાયુ પ્રદુષણની ઘાતક અસર:2 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: થાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ સતત કેર વર્તાવી રહ્યું છે અને અઠવાડિયે લગભગ 200,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. અધિકારીઓએ કહ્યું છે કે બેંગકોક હાનિકારક ધુમ્મસમાં ઘેરાયેલું છે. જેને આપણે સ્મોગ પણ કહીએ છીએ. થાઈલેન્ડમાં અંદાજે 11 મિલિયન લોકો રહે છે અને તે વિશ્વના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ સ્થળો પૈકી એક પણ છે. જોકે વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જનથી શહેર પર હાનિકારક ધુમ્મસની ચાદર ફરી વળી છે. જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અઠવાડિયે લગભગ 200,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેવાયુ પ્રદૂષણના પરિણામે વર્ષની શરૂઆતથી રાજ્યમાં 1.3 મિલિયનથી વધુ લોકો બીમાર પડ્યા છે. મંત્રાલયના ડૉક્ટર ક્રિયાંગક્રાઈ નમથાઈસોંગે બુધવારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ઘરમાં રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિ બહાર જાય છે તેણે ઉચ્ચ ગુણવત્તાવાળું N95 એન્ટી-પોલ્યુશન માસ્ક પહેરવું જોઈએ. લોકોને વર્ક ફ્રોમ હો કરવા પણ અપીલ કરાઇ છે. બેંગકોકના ગવર્નર ચેડચાર્ટ સિટીપુન્ટના પ્રવક્તા જેઓ ગયા વર્ષે શહેરના પર્યાવરણને સુધારવાના વચન પર ચૂંટાયા હતા તેમણે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે આવા અન્ય આદેશ જારી કરવામાં ખચકાશું નહીં. એકવરુન્યો આમ્રપાલાએ જણાવ્યું કે શહેર દ્વારા સંચાલિત નર્સરીએ નાના બાળકોની સલામતી માટે એર પ્યુરિફાયર તેમજ વાહનોના ઉત્સર્જન પર દેખરેખ રાખવા માટે ખાસ "નો ડસ્ટ રૂમ" સ્થાપિત કરાયા છે.

(6:28 pm IST)