Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઓએમજી....આ છે વિશ્વના સૌથી જોખમી રેલવે રૂટ

નવી દિલ્હી: આપણા જીવનમાં પરિવહન માટે ઘણા પ્રકારના સાધન છે. જેમાં રેલવેને ખૂબ આરામદાયક માનવામાં આવે છે. લાંબા અંતરને નક્કી કરવા માટે યોગ્ય છે પરંતુ દુનિયામાં અમુક એવા રેલવે માર્ગ છે જે ખૂબ જોખમી છે. આર્જેન્ટિનામાં સાલ્ટા-પોલ્વોરિલો ટ્રેન રૂટ હાજર છે. આને બનાવવામાં 27 વર્ષ લાગ્યા હતા. એક ઝિગઝેગ ટ્રેક છે, જે 21 સુરંગો અને 13 પુલ પરથી થઈને પસાર થાય છે. ડેથ રેલવે રૂટ થાઈલેન્ડના બોર્ડર પર સ્થિત કંચનબુરી પ્રાંતમાં હાજર છે. ટ્રેક કેટલાક જોખમી જંગલો પરથી પસાર થાય છે. બીજા વર્લ્ડ વોર દરમિયાન આને બનાવવામાં ઘણા જાપાની સૈનિકોના જીવ ગયા હતા તેથી તેનુ નામ ડેથ રાખવામાં આવ્યુ છેપિલાટસ રેલવે રૂટ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થિત છે. દુનિયાની સૌથી મોટી કોગવ્હીલ રેલવે છે. જેના માર્ગમાં 48 ટકા ઢાળ છે. ભારતમાં ચેન્નઈ રામેશ્વરમ રેલવે રૂટ લોકોને રામેશ્વરમ દ્વીપ સુધી પહોંચાડવા માટે સમુદ્રની ઉપર બનાવવામાં આવ્યો હતો. પુલનું નિર્માણ વર્ષ 1914માં કરવામાં આવ્યુ હતુ, જે 2065 મીટર લાંબો છે. પુલને પેડમેન બ્રિજ કહેવામાં આવે છે. અલાસ્કાનું વ્હાઈટ પાસ અને યુકોન રૂટ, જે અલાસ્કાના બંદરને વ્હાઈટહોર્સ સાથે જોડે છે. આને વર્ષે 1898માં ક્લોંડાઈક ગોલ્ડ રશના પહાડો વચ્ચે બનાવવામાં આવ્યો હતો

(6:29 pm IST)