Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મેક્સિકોમાં એક બારમા થયેલ અંધાધૂંધ ગોળીબારમાં 10 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: મેક્સિકોના ગુઆનાજુઆટોમાં એક બારમાં બંદૂકધારી બદમાશોએ ઓચિંતો હુમલો કરી દેતા 10 લોકોના જીવ લીધા હતા. હુમલામાં પાંચ લોકો ઘવાયા હતા. અધિકારીઓએ રવિવારે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સાત પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે હુમલો સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે 11 વાગ્યા પછી એલ એસ્ટાડિયો બારમાં થયો હતો. તેમણે કહ્યું કે બે  હથિયારધારી હુમલાખોરોએ એક જૂથે શહેરોને જોડતા હાઇવે પર અલ એસ્ટાડિયો બાર પર હુમલો કર્યો. તેમણે બેફામ ગોળીબાર કરીને બારમાં હાજર લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની શરૂઆત કરી હતી. ગુઆનાજુઆટો એક સમૃદ્ધ ઔદ્યોગિક પ્રદેશ છે. તે મેક્સિકોના કેટલાક સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પૈકી એક છે. તે દેશનું સૌથી લોહિયાળ રાજ્ય બની ગયું છે. નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ ગુઆનાજુઆટોથી આવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા

(6:27 pm IST)