Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

૬ પેઢીની મહિલાઓનું મિલન

સ્‍નો પોતે ૭૭ વર્ષનાં છેઃ જ્‍યારે તેમનાં દાદી મેડલ ટેલર હોકિન્‍સ ૯૮ વર્ષનાં છે

ન્‍યુયોર્ક, તા.૧૩: સાત સપ્તાહની ઝાવિયા વ્‍હીટકેર ૧૮ ફેબ્રુઆરીએ અમેરિકાના કેન્‍ટકીમાં આવેલા કિંગ્‍સ માઉન્‍ટેન ર્નસિંગ હોમ્‍સમાં પહેલી વખત તેનાં પરદાદી મેડલ ટેલર હૉકિન્‍સને મળી હોય એ ફોટો વાઇરલ થયો છે. જોકે ત્‍યારે તેમની સાથે તેમની દીકરી ફ્રાન્‍સિસ તાો, પૌત્રી ગ્રેસી તાો અને -પૌત્રી જૅકલિન લેડફૉર્ડ તેમ જ તેની દીકરી જૅસલિન વિલ્‍સન પણ હાજર હતી, જેણે તાજેતરમાં ૧૯ વર્ષની વયે દીકરીને જન્‍મ આપ્‍યો હતો. ગ્રેસી તાોએ ફેસબુક પર આ ફોટો શૅર કર્યો હતો અને લખ્‍યું હતું, ‘૬ પેઢીઓનું મિલન.' ઘણા લોકોએ આ ફોટો શૅર કર્યો હતો. ગ્રેસી તાોએ કહ્યું કે આ મિલન પણ સરળ નહોતું, કારણ, બધા જ હાલમાં અલગ-અલગ સ્‍થળે રહે છે. તાો પોતે ૭૭ વર્ષનાં છે, જ્‍યારે તેમનાં દાદી મેડલ ટેલર હૉકિન્‍સ ૯૮ વર્ષનાં છે. મેડલ ટેલર હૉકિન્‍સનાં લગ્ન ૧૬ વર્ષની વયે થયાં હતાં. તેના પતિની ઉંમર ૫૦ વર્ષની હતી. બન્નેને કુલ ૧૩ સંતાન હતાં. તેની દીકરી તેમ જ પૌત્રીથી માંડીને -પૌત્રી તમામે ૧૯ વર્ષની વયે સંતાનોને જન્‍મ આપ્‍યો હતો

(4:17 pm IST)