Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઉત્તરાયણે એક કરોડથી વધુ લોકો કરશે સૂર્ય નમસ્‍કાર

ટોક્‍યો, તા.૧૩: જાપાનથી મકર સંક્રાંતિ પર્વ પર સૂર્ય નમસ્‍કાર સૌથી પહેલાં શરૂ થશે અને પછી એ ભારત સહિત વિશ્વના અન્‍ય દેશોમાં પણ સવારે સાત કલાકથી શરૂ થશે. વિશ્વમાં એક કરોડથી વધુ લોકો આ ચળવળમાં સામેલ થશે. કેન્‍દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્‍યું હતું કે મોટી સંખ્‍યામાં  લોકો સૂર્ય નમસ્‍કાર માટે નોંધણી કરાવવી રહ્યા છે. આ લોકોમાં દ્યણો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.
કેન્‍દ્રીય આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્‍યું હતું કે સૂર્ય નમસ્‍કાર દ્વારા આઠ આસાન થાય છે, જેમાં એક-એક આસાન શ્વાસ લેવાની સાથે થાય છે. એ યૌગિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક તરીકે ડિઝાઇન પૂરો પ્રોગ્રામ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્‍ધ છે. અત્‍યાર સુધી રૂ. ૩૦ થી ૪૦ લાખનું રજિસ્‍ટ્રેશન થયું છે.
કેન્‍દ્રીય પ્રધાને કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્‍સવ સમારોહ હેઠળ આયુષ મંત્રાલય આગામી ૧૪ જાન્‍યુઆરીએ વૈશ્વિક સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આયુષપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે હાલમાં કોરોનાના કેસોમાં વધારાને જોતાં મકર સંક્રાંતિ પર સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમ વધુ પ્રાસંગિક છે.


 

(4:26 pm IST)