News of Saturday, 13th January 2018

બાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 8 વર્ષીય બાળકીના બળાત્કાર બાદ કરવામાં આવેલ નિર્મમ હત્યાના મામલે લાહોર હાઈ કોર્ટે અપરાધીને 36 કલાકની અંદર ઝડપી પાડવાનો આદેશ આપ્યો છે આ માસુમ બાળકીની હત્યાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે અને ઘણી બધી જગ્યાએતો તેનું વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાહોર હાઈ કોર્ન મુખ્ય ન્યાયાધીશ સૈયદ મંસૂર અલી શાહે ઓર્ડર આપ્યો છે જે 36 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે અને આ બાબતે પોલીસ કર્મચારીઓએ પણ ભરોસો દાખવ્યો છે કે તે 36 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી લેશે.

(7:08 pm IST)
  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST