Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઓએમજી.......આ ઉંદરને ચડી ગયો ગાંજાનો નશો.....

નવી દિલ્હી: સામાન્ય રીતે માણસોને માણસોને સિગારેટ, તમાકુ, દારુ વગેરે વ્યસન હોય છે. ત્યારે શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે પ્રાણીઓને પણ નશાની આદત હોય છે? તમે ગાંજા વિશે તો સાંભળ્યુ જ હશે, જેનો પણ લોકો નશો કરે છે. ગાંજો એક એવી વસ્તુ છે જે માણસોની સાથે પ્રાણીઓને પણ પસંદ આવે છે. આ વાત આવા જ એક નશેડી ઉંદરની છે, જેને ગાંજાનું વ્યસન હતું! બંધાણ પણ જેવું તેવું નહીં પણ એટલું બધું કે ગાંજો ખાતા ખાતા ઉંદર બેભાન થઇ જતો.

             આ ઘટના કેનેડાની છે. જ્યાં એક વ્યક્તિએ પોતાના ઘરે ગાંજો ઉગાડ્યો હતો, પરંતુ દરરોજ ગાંજાના છોડની ચોરી થતી હતી. તેવામાં એક દિવસ આ વ્યક્તિએ જોયું કે એક ઉંદર ગાંજાના પાન ખાઇ રહ્યો છે. આ ઉંદરે એટલા પાન ખાધા કે તે ત્યાં જ બેભાન થઇ ગયો. ઉલ્લેખનીય છે કે કેનેડામાં લોકોને અમુક માત્રામાં ગાંજા ઉગાડવાની છૂટ છે.

(6:08 pm IST)