Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

યુરોપમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને WHO એ કરી આ વાત

નવી દિલ્હી: જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપમાં ઓમિક્રોનના 70 લાખ નવા કેસો નોંધાયા હતા. જે પખવાડિયામાં બમણાં થઇ ગયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના ડાયરેકટર ડો. હાન્સ કલુજે જણાવ્યું હતું. દર અઠવાડિયે યુરોપની એક ટકા વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગે છે અને આરોગ્ય તંત્ર પડી ન ભાંગે તે માટે પગલાં ભરવાની તક પણ સંકોચાઇ રહી છે.વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થના મેટ્રિક્સને ટાંકી કલુજે અંદાજ માંડયો હતો કે આગામી છ થીઆઠ સપ્તાહમાં પશ્ચિમ યુરોપની અડધી વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગી જશે. અમેરિકામાં કોરોનાની રફતાર રોકાઈ રહી નથી. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અધધધ 13.3 લાખ કેસ નોંધાયા હતા. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં આટલા બધા કેસ એકસાથે આવ્યા છે. આ પહેલા ત્રીજી જાન્યુઆરીએ અમેરિકામાં એક જ દિવસમાં દસ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં તબીબી એજન્સીઓની પાસેથી મળેલી જાણકારી મુજબ સોમવારે દસ જાન્યુઆરીના રોજ 1,36,604 લોકો ભરતી કરવામાં આવ્યા. ગયા વર્ષે જાન્યુઆરીમાં એક જ દિવસમાં સૌથી વધુ 1,32,051 લોકો હોસ્પિટલમાં ભરતી થયા હતા. અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં કેસ આવતા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત દબાણ આવ્યું છે અને તે રીતસરનું ધરાશાયી થઈ ગયું છે. હોસ્પિટલોમાં પથારીઓનો અભાવ છે. સરકાર પોતે દર્દીઓને યોગ્ય સગવડ પૂરી પાડવા હવાતિયા મારી રહી છે.

(7:57 pm IST)