Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રશિયા સાથે યુદ્ધની સંભાવના હોવાની માહિતીથી યુક્રેન ચિંતામાં આવ્યું

નવી દિલ્હી: સુપર પાવર દેશ રશિયા અને તેના પાડોશી દેશ યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તનાવ ચાલી રહ્યો છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદેમાએર જેલેન્સકીનુ કહેવુ છે કે, રશિયા સાથે યુધ્ધની સંભાવના છે અને આ એક કમનીસીબી છે. યુરોપિયન દેશોની રણનીતિ અંગેના એક સંમેલનમાં યુક્રેનના રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યુ હતુ કે, ખરેખર રશિયા સાથે ભીષણ યુધ્ધની શક્યતા તમે જોઈ રહ્યા છો ત્યારે આ સવાલનો જવાબ આપતા વોલોદેમાએર જેલેન્સકીનુ કહેવુ હતુ કે, હું જાણું છું કે આ બહુ ખરાબ હશે પણ કમનસીબે રશિયા સાથે યુધ્ધની સંભાવનાઓ છે. પણ જો એવુ થયુ તો તે રશિયાની બહુ મોટી ભૂલ હશે. વોલોદેમાએર જેલેન્સકીએ આગળ કહ્યુ હતુ કે, આ એક બિહામણી શક્યતા છે પણ કમનસીબે આ શક્યતા ઉભી થઈ છે અને જો યુધ્ધ થયુ તો તેમાંથી પીછેહઠ કરવી શક્ય નહીં હોય. તેમણે રશિયા પર શાંતિ મંત્રણામાં રસ નહીં દાખવવાના આરોપ લગાવ્યા હતા. સાથે સાથે કહ્યુ હતુ કે, યુક્રેન શાંતિ વાર્તા કરવા માટે તૈયાર છે. હું એ વિચારી રહ્યો છું કે, શું રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મારી મુલાકાત વાસ્તવિકતામાં શક્ય છે જેમાં અમે એક બીજાની સાથેના સબંધો વચ્ચે ખુલીને વાત કરી શકીએ?

(6:25 pm IST)