Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

યુએઈએ 15 દેશો પરથી ટ્રાવેલ બેન પ્રતિબંધ ઉઠાવી લીધા

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના ગ્રહણના કારણે, અનેક દેશોએ તેમના દેશમાં આવતા પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ કરી દીધી હતી અને આ કારણે અનેક પેસેન્જર્સ અટવાયા હતા.પરંતુ, ધીરે ધીરે વેક્સિનેશન પ્રોગ્રામને સફળતા મળતા, હવે કેટલાક દેશોએ એન્ટ્રી પરના પ્રાઈબંધ ઉઠાવી લીધા છે અને પ્રવેશ કરતા પ્રવાસીઓ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન - આઈસોલેશનના નિયમ અને વેક્સિનનું પ્રમાણપત્ર પણ જરૂરી બનાવાયું છે. યુએઈએ છૂટ આપતાની સાથે જ અનેક નિયમ સામે મૂક્યા છે. 15 દેશો પરથી ટ્રાવેલ બેન ઉઠાવી લીધા બાદ, આ દરેક દેશના પ્રવાસીઓએ અમૂક નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. આ માટે કોઈપણ પ્રવાસીઓએ WHO ની માન્યતા પ્રાપ્ત વેક્સિનના બંને ડોઝનું માન્ય સર્ટિફિકેટ બતાવવું જરૂરી બનશે અને ત્યારબાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે. યુએઈએ ભારત સહિત અન્ય 14 દેશના પ્રવાસીઓ પરથી ટ્રાવેલ મામલે લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. આ દેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, નામિબિયામ ઝામ્બિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, સિએરા લિયોન, લિબેરિયા, સાઉથ આફ્રિકા, નાઇઝેરિયા અને અફઘાનિસ્તાન સામેલ છે.

(6:24 pm IST)