Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કાબુલમાં થયેલ હુમલામાં અમેરિકી દળોએ બનાવ્યા હતા નિર્દોષ નાગરિકોને નિશાન

નવી દિલ્હી: આજે અમેરિકા 9/11ના હુમલાની વીસમી વરસી મનાવી રહ્યું છે ત્યારે હાલમાં જ કાબુલમાં અમેરિકાએ આઈએસઆઈએસ-કે ગ્રુપ પરના હુમલામાં મોટી ભુલ કરી હોવાનું જાહેર થયું છે અને ત્રાસવાદી સંગઠનોને બદલે નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કાબુલ એરપોર્ટ પર હુમલા અને તેમાં 13 અમેરિકન સૈનિકોના મોતનો બદલો લેવા તે સમયે અમેરિકી દળોએ ડ્રોનથી ચોકકસ વિસ્તાર પર વિસ્ફોટકો વરસાવ્યા હતા જેમાં એક રોકેટ લોન્ચર ધરાવતી કાર અને એક ઈમારતને નિશાન બનાવાયા હતા. અમેરિકી દળોનો દાવો છે કે આ સ્થળે આઈએસઆઈએસના ત્રાસવાદીઓનો અડ્ડો હતો અને તેને ખતમ કરવા આ હુમલો કરાયો હતોપરંતુ ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ મુજબ અમેરિકી દળોએ નિશાન પારખવામાં ભુલ કરી છે અને 10 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા જેમાં બાળકો પણ સામેલ હતા. અમેરિકાએ જે કારને નિશાન બનાવ્યુ હતું તેમાં એક વ્યક્તિ ઉપરાંત તેની પુત્રી તથા ભત્રીજી અને ભત્રીજા પ્રવાસ કરતા હતા અને તમામ માર્યા ગયા છે. આમ બાઈડન તંત્ર પર એક નવો આરોપ આવી ગયો છે.

 

(6:24 pm IST)