Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ડેંટિસ્ટની ફી સાંભળીને આ મહિલાએ જાતે જ દાંત પાડી દીધા

નવી દિલ્હી: મહિલા ડેંટિસ્ટની મોંઘી ફી ચૂકવી શકતા નહોતા આથી તેમણે જાતે દાંત પાડી દીધાજ્યારે પણ કોઇને દાંતમાં દુ:ખાવો થતો હોય તો ડેંટિસ્ટની પાસે જાય છે. પરંતુ લંડનમાં એવું બન્યું કે જાણીને તમે હેરાન થઇ જશો. અહીં એક મહિલાને દાંતમાં દુ:ખાવો થતાં જાતે જ દાંત પાડી દીધા. ધ મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર પોતાના દાંત પાડી દેનાર આ મહિલાનું નામ ડેનિયલ વાટ્સ છે. 42 વર્ષના ડેનિયલનું કહેવું છે કે તમની પાસે ડેંટિસ્ટને આપવા માટે પૈસા નહોતા. તેઓ ડેંટિસ્ટની મોંઘી ફી ચૂકવી શકતા નહોતા આથી તેમણે જાતે જ પોતના દાંત પાડી દીધા. ડેનિયલે કહ્યું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી દાંતના દુખાવાથી પરેશાન હતા. તેમણે કેટલીય વખત ડેંટિસ્ટની પાસે જવાનું વિચાર્યું પરંતુ મોંઘી ફીના લીધે તેઓ ક્લિનિક ગયા નહીં. ડેનિયલે કહ્યું કે દાંત પાડ્યા બાદ તેઓ ઓછું હસે છે કારણ કે દાંત ના હોવાથી તેમને હસવાનું સારું લાગતું નથી. દાંત પાડ્યા બાદથી આત્મવિશ્વાસ ઘટી ગયો છે. દાંતમાં દુખાવાના લીધે આજે પણ તેને પેનકિલર્સ લેવી પડે છે. મહિલાનું કહેવું છે કે દાંત પાડતી વખતે ખૂબ જ દુખાવો થયો પરંતુ તેમની પાસે બીજો કોઇ ઓપ્શન નહોતો.

(7:17 pm IST)