Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ઓએમજી....આ મોડલ પોતાની 15 કરોડની મિલ્કત પોતાના પાળેલા શ્વાનને નામે કરશે

નવી દિલ્હી: દુનિયામાં લાખો-કરોડો લોકો એવા છે જે કુતરો પાળવાનો શોખ ધરાવે છે અને તેની સાથે અલગ જ પ્રકારનુ ભાવનાત્કમ જોડાણ અનુભવતા હોય છે. આવા શોખીનોમાં બ્રાઝિલની મોડેલ જુ ઈસેનનો પણ સમાવેશ થાય છે અને તેણે તો એવી જાહેરાત કરી છે કે, મારી 15 કરોડ રૂપિયાની સંપત્તિ હું કુતરાના નામે કરવા જઈ રહીં છું. મોડેલનુ કહેવુ છે કે, મારે કોઈ સંતાન નથી અને હાલમાં જ મેં વકીલોની સલાહ લેવાનુ શરૂ કર્યુ છે, જેથી હું મારા ડોગ ફ્રાન્સિસ્કોને મારી તમામ સંપત્તિ વારસામાં આપી શકું. ઈસેનનુ કહેવુ છે કે, હું જ્યારે નહી હોઉં ત્યારે મારી સંપત્તિ કુતરાના અને તેની સંભાળ રાખનારાના કામમાં આવશે. મેં બહુ કામ કરી લીધુ છે અને હવે ભવિષ્ય માટે વિચારવાનો સમય આવી ગયો છે. ઈસેન અવાર નવાર પોતાના ડોગ સાથે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા અને બીજા પ્રકારના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. આ પહેલા પણ તેણે 50 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનો દાવો કરીને સનસની મચાવી હતી. તેની પાછળ તેણે કારણ આપ્યુ હતુ કે, હવે મને આદત પડી ગઈ છે. હું મારા ભૂતકાળને ભૂંસી નાંખવા માંગતી હતી.

(7:16 pm IST)