Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

2020નો નોબલ શાંતિ પુરસ્કાર યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી: વર્ષ 2020નો નોબલ શાંતિ પુરસ્કાર યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવાની જાહેરાત કરવામાં આવી છે, ભૂખ સામેની લડતના પ્રયાસો બદલ સન્માન માટે તેની પસંદગી કરવામાં આવી છે. નોબલ શાંતિ પુરસ્કારના 101માં વિજેતાની જાહેરાત નૉર્વેના નોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑસલોમાં કરવામાં આવી હતી. એમણે એમ પણ કહ્યું કે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વર્ષે આશરે 88 દેશોમાં નવ કરોડ 70 લાખ લોકોની મદદ કરે છે.

આની પહેલાં ઇથિઓપિયાના વડા પ્રધાન આબી અહેમદને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એરિટ્રિયા સાથે 20 વર્ષના સૈન્ય સંઘર્ષને ખતમ કરવા માટે શાંતિ સમજૂતી કરવા બદલ તેમને પુરસ્કાર માટે પસંદ કરાયા હતા. 2009માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને કામગીરી અને લોકો વચ્ચે સહયોગને મજબૂત કરવા માટે તેમને પુરસ્કાર અપાયો હતો.

(5:00 pm IST)