Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પાકિસ્તાનમાં ચુડેલ્સવેબ સિરીઝ પર પ્રતિબંધ લાગવાથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ચુડેલ્સવેબ સીરિઝ પર પ્રતિબંધ લાગવાથી વિવાદ ઉભો થયો છે. ત્યા ટીવી અને ફિલ્મી કલાકારો સાથે સામાન્ય લોકો પણ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અનેક લોકોએ તેને પાકિસ્તાન માટે શરમની વાત કહી છે. લોકોનુ કહેવુ છે કે આપના દેશમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને રેપને ટીવી પર બતાવી શકાય છે પણ તેનાથી આપણા સમજના ઠેકેદાર ગભરાય ગયા છે. લોકો દેશમાં ફક્ત પાખંડને પ્રોત્સાહિત કરવા માંગે છે.

ચુડેલ્સ વેબ સીરીઝને પ્રતિબંધિત કરતા બ્રિટિશ-પાકિસ્તાની ડાયરેક્ટર આસિમ અબ્બાસીએ પણ પાકિસ્તાની સરકાર પર જોરદર હુમલો બોલ્યો છે. તેમને કહ્યુ કે કેટલી વિચિત્ર વાત છે કે એક બાજુ 'ચુડેલ્સ' ની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તો બીજી બાજુ તેના પર આપણા દેશમાં રોક લગાવી દેવામાં આવી છે. અબ્બાસીએ તેને કલાકારોની આઝાદીને કચડવા સમાન બતાવ્યુ છે.

(4:58 pm IST)