Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

દક્ષિણ કોરિયામાં બહુમાળી ઇમારતમાં આગ ભભુકતા હેલીકૉપટરની મદદ લેવાની નોબત આવી

નવી દિલ્હી: હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખાસ્સો ચર્ચામાં છે. વિડીયો એક આગની ઘટનાનો છે. જેને શેર કરીને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બિલ્ડિંગમાં લોકો સુરક્ષિત હોય. વિડીયો દક્ષિણ કોરિયાના ઉલસન શહેરનો છે. અહીં એક 33 માલની બિલ્ડિંગમાં શુક્રવારે સવારે આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે 88 લોકો આગમાં દાઝી ગયા. આગ લાગવાને કારણે અનેક લોકોને રેસ્ક્યુ કરવા પડયા હતા. દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આગમાં દાઝેલા લગભગ 88 લોકોની સારવાર ચાલી રહી છે.આગ એટલી ભયંકર હતી કે જમીની સ્તરેથી તેને કાબુ કરવું મુશ્કેલ હતું. આખરે ફાયર વિભાગે હેલીકૉપ્ટરનો ઉપયોગ કરીને ભયંકર આગ પર કાબુ મેળવ્યો. અધિકારીઓએ જણાવ્યું છે કે સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

(4:57 pm IST)