Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

મધ્ય મેક્સિકોમાં મુશળધાર વરસાદના કારણોસર પાણી હોસ્પિટલમાં ઘુસી જતા 16 દર્દીઓના મોત

નવી દિલ્હી: મધ્ય મેક્સિકોમાં મૂશળધાર વરસાદને કારણે અચાનક આવેલા પૂરનું પાણી એક હોસ્પિટલમાં ઘૂસી જતાં ૧૬ દર્દીઓનાં મોત થયા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર વીજળી પુરવઠોે ખોરવાઇ જવાના કારણે ઓક્સિજન ઉપકરણો બંધ થઇ જવાના કારણે ૧૬ દર્દીઓનાં મોત થયા હોવાની શક્યતા છે.રાષ્ટ્રીય સામજિક સુરક્ષા સંસ્થા(આઇએમએસએસ)એ સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું કે ઘટનામાં ૪૦ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. મેક્સિકો સિટીના ઉત્તરમાં ૧૦૦ કિમી દૂર આવેલા તુલા શહેરમાં ઝડપથી પૂરનું પાણી ભરાઇ જવાના કારણે અન્ય વિસ્તારોની સાથે એક સરકારી હોસ્પિટલમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું હતું.હોસ્પિટલની અંદર મૂકવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા વીડિયો મુજબ હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ જતા દર્દીઓેને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતાં. ઇમરજન્સી કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલ ખાલી કરાવ્યું હતું અને દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

(6:51 pm IST)