Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

તાલિબાનો પર અમેરિકાની `ડ્રોનવાળી', 21ના મોત

પાકિસ્તાનના ગુપ્ચર અધિકારીઓ તથા સ્થાનિક તાલિબાને જણાવ્યું છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર કરેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાન તાલિબનના વડાના પુત્ર સહિત 21 બળવાખોરોના મોત થયા છે. અમેરિકાના જણાવ્યા અનુસાર આ હુમલો બુધવારે કરાયો હતો.

ડ્રોને આંતકવાદીઓના અડ્ડા પર બે મિસાઈલ હુમલા કર્યા હતાં. પાકિસ્તાન તાલિબાનનો નેતા મુલ્લા ફજલુલ્લા આ અડ્ડાની છાસવારે મુલાકાત લેતો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા વખતે મુલ્લા ફજલુલ્લા ત્યાં ઉપસ્થિત ન હતો. જોકે હુમલામાં તેનો પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે. મુલ્લા ફજલુલ્લા અફઘાનિસ્તાનમાં જ છૂપાયો હોવાનું મનાય છે. પાકિસ્તાનની સીમાથી થોડાક જ માઈલ દૂર આવેલા અફઘાનિસ્તાનના કૂનાર પ્રાંતમાં આ હુમલો કરાયો હતો. પાકિસ્તાનના અધિકારીઓ અને તાલિબાનના કમાન્ડરોએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી પૂરી પાડી છે. અમેરિકાએ આ અંગે કોઈ જ ટકોર કરી નથી.

(8:40 pm IST)
  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST