News of Thursday, 8th March 2018

પૂર્વ રશિયા પર હુમલો કરનારની તપાસમાં બ્રિટિશ પોલીસ

પૂર્વી રશિયાના જાસૂસ સગેઇ સક્રિપાલ અને તેની દીકરી યુલિયાની હત્યા કરનારની તપાસમાં બ્રિટિશ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.હાલમાં બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.કહેવાય રહ્યું છે કે ઘટનાસ્થળે તેમની મદદ કરવા આવેલ એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.66 વર્ષીય સગેઇ સક્રિપાલ 2010માં બ્રિટેન આવ્યો હતો.ગઈકાલે પોલીસે વાતની પુષ્ટિ કરી છે કે હત્યા કરવાના પ્રયાસમાં થોડા  શંકાસ્પદ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(8:17 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST