Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કંપનીએ નક્કી કરેલો પ્રોફિટ થતાં માલિકે ૪૨૨૬ કર્મચારીઓને ગિફટ કરી નવી નક્કરો કાર

એક તરફ દુનિયા આખી કોવિડને કારણે નુકસાનીના રોદણાં રડી રહી છે ત્યારે ચીનની કેટલીક કંપનીઓ એટલો અધધધ નફો રળીને તગડી થઈ રહી છે કે એ જોઈને સવાલ થાય કે માર્કેટની મંદી ચાઈનીઝ કંપનીઓને કેમ નથી નડી રહી? વાત ભલભલા નોકરિયાતને ઇર્ષા આવે એવી છે જ. એક તરફ અનેક લોકો નોકરી ટકશે કે રહેશે એની ચિંતામાં વીતાવે છે જયારે ચીનની એક કંપનીએ કર્મચારીઓને બોનસ આપ્યું છે. અને બોનસ પણ કેવું લોકોની આંખો ચાર થઈ જાય એવું. ચીનની એક સ્ટીલ પ્રોડકશન કંપની ગયા અઠવાડિયે ઇન્ટરેનશલ ન્યુઝની હેડલાઇન્સમાં બહુ ચમકી હતી. એનું કારણ એ છે કે તેણે પોતાની કંપની માટે દિવસ-રાત એક કરીને કામ કરનારા કર્મચારીઓને દિલ ખોલીને ગિફ્ટ આપીને તેમને ખુશ કરી દીધા હતા. જિઆન્ડસી પ્રાંતમાં આવેલી વેસ્ટ દાજીયુ આયર્ન એન્ડ સ્ટીલ કોર્પોરેશને તેમના વાર્ષિક ગ્રોથની ઊજવણીની સાથે એક ઐતિકહાસિક સેલિબ્રેશન કર્યું હતું. પડેલી ઓકટોબરે આ કંપનીના કહેવા મુજબ છેલ્લાં પાંચ વર્ષથી લગાતાર કંપનીએ નક્કી કરેલા પ્રોફિટનો ટાર્ગેટ અચીવ થઈ જાય છે. મેનેજમેન્ટનું માનવું છે કે આવું ત્યારે જ સંભવ બને જયારે કંપનીના કર્મચારીઓ કમિટેડ હોય, કંપનીએ કર્મચારીના કન્ટ્રિબ્યુશન, હોદા અને સિનિયોરિટીને આધારે બે પ્રકારની ગાડીઓ કર્મચારીઓને આપી હતી. કુલ ૪રર૬ નવી કાર કર્મચારીઓને ગિફ્ટમાં આપવામાં આવી હતી. જયારે આ કાર્યક્રમ થયો ત્યારે વિશાળ ગ્રાઉન્ડમાં લાઇનબંધ કાર ખડી કરી દેવામાં આવી હતી અને વન બાય વન કર્મચારીઓને એની ચાવીની સોંપણી થઈ હતી.

(2:55 pm IST)