Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

યુરોપીય સંઘમાં દરેક ડિવાઇસ માટે એકજ ચાર્જર બને તેવી માહિતી

નવી દિલ્હી: યુરોપીય સંઘમાં એ વાત સહમતી બની છે કે વર્ષ 2024થી બધાં નાના અને મધ્યમ કદનાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પર એક જેવા ચાર્જરનો વપરાશ કરાશે, યુરોપીટ સંસદ અને કાઉન્સિલમાં આ મુદ્દે સહમતી સધાઈ છે. 2024 સુધીમાં USB ટાઇપ C યુરોપીય સંઘમાં મોબાઇલ ફોન, ટેબ્લેટ અને કેમેરા માટે કોમન ચાર્જિંગ પોર્ટ બની જશે, એમ સંસદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. આ પ્રભાવિત ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસમાં મોબાઇલ ફોન, ટેબ્લેટ, ઈ-રીડર, ઈયરબડ્સ, હેડફોન્સ અને હેડસેટ્સ, વિડિયોગેમ , પોર્ટેબલ સ્પીકર્સ પોર્ટેબલ નેવિગેશન ડિવાઇસ સામેલ છે, એમ યુરોપિયન સાંસદના સંવાદદાતા એલેક્સ એગિયાસ સલિબાએ જણાવ્યું હતું. લેપટોપના ઉત્પાદકો પણ નવા નિયમનો માટે સહમત થયા હતા, પણ તેમને ડેડલાઇન વધારવાથી લાભ થશે. જેથી ગ્રાહક નવું ડિવાઇસ ખરીદતી વખતે પસંદગી કરી શકશે કે તેને ચાર્જર જોઈએ છે કે નહીં. આમ થવાથી ગ્રાહકોને વાજબી કિંમતે ચીજવસ્તુ મળી રહેશે અને પર્યાવરણને પણ લાભ થશે.જેથી યુરોપિયન ગ્રાહકો આ બાબતથી પ્રતિ વર્ષે 250 મિલિયન યુરો (267 મિલિયન ડોલર)ની બચત કરી શકશે, કેમ કે તેઓ વિવિધ ડિવાઇસ માટે એક ચાર્જરનો ઉપયોગ કરી શકશે.

 

 

(5:35 pm IST)