Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આફ્રિકાના દેશ ગિનીમાં મિલેટ્રી કેમ્પમાં થયેલ ધમકાએ 20 લોકોનો ભોગ લીધો

નવી દિલ્હી: આફ્રિકાના દેશ ગિનીમાં સ્થિત એક મિલેટ્રી કેમ્પમાં શ્રેણીબદ્ધ ધમાકાએ 20 લોકોનો ભોગ લીધો હતો જ્યારે 500થી વધુ લોકોને ઘાયલ કર્યા હતા. ગિનીના આર્થિક રાજધાની કહેવાતા બાટા શહેરમાં મિલેટ્રી કેમ્પમાં સંગ્રહ કરેલા વિસફોટક સામગ્રીમાં શ્રેણીબદ્ધ ધમાકા થયા હોવાના અહેવાલ હતા. આ ધમાકા બાદ ફાટી નીકળેલી આગે આસપાસના મોટાભાગના રહેણાંક વિસ્તારોને ઝપેટમાં લીધા હતા, જેના લીધે મોટુ આર્થિક નુકશાન પણ પહોંચ્યુ હતું.

            ગિની દેશની સરકારના જણાવ્યા મુજબ સ્થાનિક ખેડૂતોને ખેતરોમાં આગ લગાડવાની મંજૂરી આપવામાં આવી હતી જે પછી મિલેટ્રી કેમ્પના સ્ટોરમાં સંગ્રહ કરેલા વિસફટોમાં ધમાકા થયા હતા. આ અંગે ગિનીના રાષ્ટ્રપતિ તેઓડોરો ઓબિયંગ ન્ગુએમાએ એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે વિસફોટ એટલા પ્રંચડ હતા કે સમગ્ર બાટા શહેરના મોટાભાગના મકાનો અને ઇમારતોને નુકસાન પહોંચ્યુ હતું.

(5:48 pm IST)