Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ફ્રાંસ બાદ હવે ઓસ્ટ્રેલિયાએ કટ્ટરપંથ વિરુદ્ધ આ પગલું ભર્યું

નવી દિલ્હી: ફ્રાન્સ બાદ હવે ઑસ્ટ્રિયાએ કટ્ટરપંથ વિરૂધ્ધ સામે પગલું ભર્યું છે. સોમવારના વિયેનામાં થયેલા આતંકી હુમલા બાદ ઑસ્ટ્રિયાએ કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાના હુકમ આપ્યા છે.

વિયેનામાં છ અલગ અલગ સ્થળ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી એએફપીના સમાચાર અનુસાર ઑસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઑસ્ટ્રિયાના વિયેના શહેરમાં સોમવારે થયેલા ગોળીબારમાં આતંકી સંગઠન આઇએસઆઇએસનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

(5:17 pm IST)