Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

આજથી 76 વર્ષ પહેલા થયો હતો જાપાનના હિરોશિમા સહીત નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ હુમલો

નવી દિલ્હી: 75 વર્ષ પહેલાં 6 અને 9 ઓગસ્ટના રોજ જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલામાં હિરોશિમાની સાડાત્રણ લાખની વસતિમાંથી લગભગ 1,40,000 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ, નાગાસાકીમાં લગભગ 74,000 લોકો માર્યા ગયા હતા. અમેરિકાની આ બર્બરતાને પગલે બીજું વિશ્વયુદ્ધ અચાનક સમાપ્ત થઈ ગઈ હતું. જાપાને 14 ઓગસ્ટ 1945ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. જોકે કેટલાક નિષ્ણાતોના મતે જાપાન સરેન્ડર કરવાની સ્થિતિમાં હતું. પરમાણુ હુમલામાં જીવતા બચી ગયેલા લોકોને હિબાકુશા કહેવામાં આવે છે. જીવિત બચી ગયેલા લોકોને પરમાણુ બોમ્બના હુમલા બાદ શહેરોમાં રેડિએશન અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાએ 'ઈનેલો ગે' નામના વિમાનથી હિરોશિમા પર 'લિટલ બોય' નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. એ બાદ 9 ઓગસ્ટે 'બી-29' નામના વિમાનથી જાપાનના નાગાસાકી શહેર પર 'ફેટ મેન' નામનો પ્લૂટોનિયમ બોમ્બ ફેંક્યો હતો. આ બંને પરમાણુ હુમલામાં લાખો લોકો એક જ ઝાટકે માર્યા ગયા હતા અને એનાથી પણ વધુ ભયાનકતા એ હતી કે પરમાણુ બોમ્બના વિસ્ફોટને કારણે નીકળેલાં વિકિરણોથી આજે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. આ ઘટનાને આજે 75થી વધુ વર્ષ થઈ ગયાં છે. આ ઘટનાને લઈને હંમેશાં અમેરિકા જાપાનને જ જવાબદાર ગણાવે છે. અમેરિકાના મત મુજબ, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને બીજા રાષ્ટ્રોમિત્ર દેશની આગળ સમર્પણ કરી રહ્યા હતા ત્યારે જાપાને સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો હતો અને મિત્ર દેશની સેનાને નુકસાન પહોંચાડતા રહ્યા હતા, જેને કારણે જ આ પરમાણુ બોમ્બ ફેંકવા પડ્યા હતા.

 

(5:18 pm IST)