Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

લગ્ને લગ્ને કુંવારા આને કહેવાય

ર૮ પત્નીઓ, ૩પ બાળકો અને ૧ર૬ પૌત્રોની સામે આ જનાબ ૩૭ મી વખત બન્યા વરરાજા

નવી દિલ્હી, તા. ૭ : એવું કહેવાય છે કે લગ્ન બે લોકોના જીવનને એક કરે છે. તે એક પવિત્ર બંધન છે, જેમાં પતિ -પત્ની અને બાદમાં તેમના બાળકો પણ જોડાય છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયોએ હડકંપ મચાવ્યો છે.

એક સજ્જન છે જેણે તમે કલ્પના કરી શકો તેના કરતા વધુ વખત લગ્ન કર્યા છે.હા, આ વૃદ્ધ વ્યકિતએ ૧-૨ વાર નહીં ૩૭ વખત લગ્ન કર્યા છે. તાજેતરમાં જ તેણે પોતાની ૨૮ પત્નીઓ, ૩૫ બાળકો અને ૧૨૬ પૌત્રોની સામે એક સુંદર છોકરી સાથે લગ્ન કર્યા.

સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર વિડિઓઝ શેર કરવામાં આવે છે. પરંતુ, તમે પણ આ વિડીયો જોઈને દંગ રહી જશો. જોકે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. આ વીડિયોમાં, આ વૃદ્ધ વ્યકિત એક સુંદર છોકરીને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ બીજું કોઈ નહીં પરંતુ મહાશય છે જેમણે ૩૭ વાર લગ્ન કર્યા છે અને તેની બાજુમાં બેઠેલી યુવતી તેની ૩૭ મી પત્ની છે. વીડિયોમાં ઉજવણી કરનારા લોકો બીજું કોઈ નહીં પરંતુ તેમનો આખો પરિવાર છે. જેમાં ૨૮ પત્નીઓ, ૩૫ બાળકો અને ૧૨૬ પૌત્રોનો સમાવેશ થાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે અને રમુજી મીમ્સ પણ બનાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ઁકેટલું નસીબ છે, અહીં માત્ર એકને સંભાળવું મુશ્કેલ છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે સિંગલ આ વીડિયોને જોઈને જ RIP થશે.

(2:56 pm IST)