Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પાકિસ્તાનની નેઈને વધારે શક્તિશાળી બનાવવા માટે ચીને ભરપૂર પ્રયાસો શરૂ કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનની નેવીને વધારે શક્તિશાળી બનાવવા માટે ચીને ભરપૂર પ્રયાસો શરુ કરી દીધા છે.જેના ભાગરુપે ચીન પાકિસ્તાનને નવી આઠ સબમરિન આપવાનુ છે.સબમરિનનુ નિર્માણ ચીન અને પાકિસ્તાન બેઘા મળીને કરાચીના શિપયાર્ડમાં કરશે.

સબમરિન નિર્માણ માટે શીપયાર્ડમા જરુરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.હવે ફેરફારો અંતિમ તબક્કામાં છે.મળતી જાણકારી અનુસાર આઠ પૈકીની પહેલી સબમરિન ચીનમાં બની રહી છે અને 2021 સુધીમાં પાકિસ્તાનને ડિલિવર કરવામાં આવશે.પછી બાકીની સબમરિન પાકિસ્તાનના કરાંચીમાં બનશે અને 2028 સુધીમાં પાકિસ્તાની નેવીમાં સામેલ થશે.

(5:26 pm IST)