Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કાચબો સિંહણ સાથે દોસ્તીનો હાથ લંબાવે તો શું થાય?

કેન્યાના નૈરોબી નેશનલ પાર્કમાં થોડાક દિવસ પહેલાં એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે અચરજ પમાડે એવું દૃશ્ય કેમેરામાં કેદ કર્યુ છે. કેટલીક હારબંધ તસવીરોમાં જોવા મળે છે કે એક કાચબો શાંતિથી બેઠેલી એક સિંહણની પાસે ધીમી ચાલે આવે છે અને એની બાજુમાં બેસી જાય છે. સિંહણ પણ તેની સામે જુએ છે અને સાવ ઉદાસીન ભાવે ઉપેક્ષા કરે છે કયાંય સુધી બન્ને બાજુ-બાજુમાં બેઠેલા રહે છે અને આખરે કોઇ જ પ્રતિક્રિયા આપ્યા વિના સિંહણ ત્યાંથી ઊઠીને બીજે ચાલી જાય છે. ખરેખર, કાચબાની નિર્ભયતા કાબિલેદાદ કહેવાય એમ છે.

(12:56 pm IST)