Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પાકિસ્તાન-અફઘાનિસ્તાની સરહદ વચ્ચે 2600 કી.મી. લાંબી સરહદે હથિયારોનો વેપાર શરૂ થયો હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનથી અમેરિકી નેતૃત્વ હેઠળની નાટો સેનાની વાપસી બાદ હથિયારોનો બિઝનેસ ફરી શરૂ થઈ ગયો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2600 કિ.મી. લાંબી સરહદની બંને બાજુ હથિયારના વેપારીઓએ તેમના કોન્ટેક્ટનો ફરી સંપર્ક સાધવાની શરૂઆત કરી છે.

ખૈબરપખ્તૂનખ્વાં સાથે સંકળાયેલા આ વિસ્તારમાં અમેરિકી એમ-4 પિસ્તોલ હોય કે પછી અન્ય કોઈ હથિયાર, ઓર્ડર આપતા જ હાથો-હાથ ડિલિવરી મળી જાય છે. અહીંના સોદાગરો પાસે ચીનથી આવનારાં હથિયાર અને દર્રા આદમ ખેલમાં પોતાની ફેક્ટરીમાં બનતાં હથિયારો પણ છે. તેને પાક.-અફઘાન બોર્ડર પર બુશ બજારમાં વેચવામાં આવે છે. 2001માં જ્યારે અમેરિકાએ અફઘાનમાં સેના મોકલી હતી ત્યારથી તેનું નામ ‘બુશ બજાર’ પડી ગયું હતું. હવે તેને સિતારા-જહાંગીર બજારના નામે ઓળખાય છે.

(5:59 pm IST)