Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ફ્રાન્સ સરકારે સમલૈંગિક મહિલાઓ માટે ફર્ટિલિટી કાયદો પસાર કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ફ્રાન્સ સરકારે એલજીબીટી સંગઠનોની માંગ પર સમલૈંગિક-એકલી મહિલા માટે ફર્ટિલિટી કાયદો પસાર કર્યો છે. હવે તે આઈવીએફ ટેક્નોલોજીથી માતા બની શકશે. આવો કાયદો બનાવનારો ફ્રાન્સ યુરોપનો 13મો દેશ બની ગયો છે. ત્યાં સુધી કે, ફ્રાન્સ સરકારે ફર્ટિલિટી ક્લિનિકો માટે રૂ. 68 કરોડ જારી કર્યા છે, જેથી જરૂરી સુવિધાઓ ઊભી કરી શકાય અને વેઈટિંગ લિસ્ટ ઓછું થાય.

જોકે, આ કાયદો પસાર કર્યા છતાં સમલૈંગિક-એકલી મહિલા માટે માતા બનવાનો માર્ગ એટલો સરળ નથી. તેનું કારણ એ છે કે ફ્રાન્સમાં સ્પર્મ ડૉનરની ભારે અછત છે. ફ્રાન્સમાં કાયદો સ્પર્મની આયાત કરવાની મંજૂરી પણ નથી આપતો.

પેરિસના એક ફર્ટિલિટી સેન્ટરના વડા લોરેન્સ પવીનું કહેવું છે કે દર વર્ષે અમને 200 આઈવીએફ ઓપરેશનની આશા છે, પરંતુ એક સેન્ટરના ડૉ. મેરિલ ટોલિડેનોએ કહ્યું છે કે ફ્રાન્સમાં સ્પર્મની અનિવાર્યતાના કારણે અમને લાગે છે કે, અમે વધતી માંગને પૂરી નહીં કરી શકીએ.

(5:59 pm IST)