Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ઓએમજી....વિદેશમાં આ ભારતીયને લાગી 20 કરોડની લોટરી

નવી દિલ્હી: કેરળના રહેવાસી નહીલ નિઝામુદ્દીને UAE માં 20 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ લોટરી જીત્યા બાદથી જ તેનો કોઇ સંપર્ક નથી થઇ રહ્યો. તેના પરિવારજન સતત તેને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેના ફોન પર ઇનકમિંગની સુવિધા બંધ હોવાનો મેસેજ તેમને મળી રહ્યો છે જેનાથી તેમનો પરિવાર હાલ ચિંતામાં ગરકાવ છે. આ સિવાય તેમનો એક અન્ય નંબર પણ પહોંચની બહાર બતાવી રહ્યો છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં આ પ્રકારની લોટરી યોજાતી હોય છે. જ્યારે લોટરીની રકમ લેવા માટે નહીલ ન પહોંચ્યો ત્યારે અધિકારીઓએ પણ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. જ્યારથી તેને લોટરી લાગી છે ત્યારથી કોઇ તેનો સંપર્ક નથી સાધી શક્યુ

દર મહિને યોજાનારી Big Ticket Abu Dhabi શ્રેણીની 232 મી ડ્રોમાં, ભારતીય નહીલ નિઝામુદ્દીને 20 કરોડનું બમ્પર ઇનામ જીત્યું. ડ્રો રવિવારે યોજાયો હતો, જેમાં નેલે 26 સપ્ટેમ્બરે ખરીદેલી ટિકિટ પર ઇનામ જીત્યું હતું, તેનો નંબર 278109 હતો.

અગાઉ પણ દુબઈમાં રહેતા એક ભારતીય પ્રવાસીએ દુબઈના મહઝૂઝ મિલિયોનેર ડ્રોમાં ભાગ લીધો હતો. આ નિર્ણયથી તે રાતોરાત કરોડપતિ બની ગયો. જોવાની વાત તો એ છે કે તેમણે છેલ્લી ઘડીએ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. દુબઈના વતની મીરે વિજેતાના નામની જાહેરાતના માત્ર પાંચ કલાક પહેલા જ તેમાં ભાગ લીધો હતો. મીર આ વર્ષે માત્ર ડ્રોના 15 માં કરોડપતિ બન્યા છે. ઇનામ જીતનાર મીરે જણાવ્યુ હતુ કે મને આશા જ નતી કે મને લોટરી લાગશે આજ કારણ છે કે મે લોટરીની જાહેરાત બાદ નંબર પણ ચેક નતો કર્યો.

(5:57 pm IST)