Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોરોનાની રસી લેવાની ના કહેતા આ કંપનીએ 1400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોનાને રોકવા માટે વેક્સીન અસરકારક હથિયાર છે તેવુ નિષ્ણાતો પહેલેથી જ કહી રહ્યા છે. આમ છતા કેટલાક લોકો વેક્સીન લગાવવા નથી માંગતા. તેમને કોઈને કોઈ કારણસર કોરોના વેક્સીન પર શંકા છે. અમેરિકામાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ન્યૂયોર્ક સ્ટેટના નોર્થવેલ હેલ્થ નામની કંપનીએ પોતાના 1400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે. આ કર્મચારીઓ એવા છે જેમણે રસી મુકવાની ના પાડી દીધી હતી. આ કંપની હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડ કરે છે અને તેમાં 76000 કર્મચારીઓ કામ કરે છે. જેમને કાઢી મુકાયા છે તે સિવાયના કર્મચારીઓને રસી મુકાઈ ગઈ છે. જોકે 14000 કર્મચારીઓએ રસી લેવાની ના પાડી દીધી હતી. કંપનીનુ કહેવુ છે કે, અમારો હેતુ હતો કે તમામ કર્મચારીઓ રસી લે. જે કર્મચારીઓએ રસી લેવાની ના પાડી હતી તેમના માટે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

(5:54 pm IST)