Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સંયુક્ત રાષ્ટ્રએ આપી ચેતવણી:ગ્લોબલ વોર્મિંગ ઝડપી બનવાથી થઇ શકે છે નુકશાન

નવી દિલ્હી: સંયુકત રાષ્ટ્રે ચેતવણી આપતા કહ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ ઝડપી બની રહ્યું છે. અને તેના માટે સાફ રીતે માણસ જાતિ જ જવાબદાર છે. જળવાયુ વિશેષજ્ઞોના કહેવા મુજબ જો 19મી સદીની તુલનાએ પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સીયસને સ્થાને 2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું તો પૃથ્વી પર ખુબ વિનાશકારક બાબતો જોવા મળશે. નિષ્ણાંતો મુજબ આર્કટીક એક સદીમાં એકવાર નહીં પરંતુ દર 10 વર્ષમાં એક વાર બરફ મુકત થશે. જેનાથી 25 કરોડથી વધુ લોકો સામે પાણીની અછત પેદા થશે. નિષ્ણાંતો મુજબ જો તાપમાન બે ડિગ્રી સુધી જતુ રહે તો 21મી સદીમાં સમુદ્રનું જળસ્તર અડધો મીટર વધુ જશે અને 2300 સુધીમાં તે 2 મીટર વધુ જશે. તેમજ 10 ટકા વધારે વરસાદ અથવા બરફવર્ષાની ઘટનાઓનો સામનો કરવો પડશે તેના કારણે 15 ટકા જીવજંતુઓની જીંદગી જોખમમં મુકાય જશે. જો તાપમાન 1.5 ડિગ્રી સુધી ગરમ થઈ જાય છે તો કેટલાક વિસ્તારોમાં વધુમાં વધુ તાપમાન 3 ડિગ્રી સુધી વધી રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં ચાર ડિગ્રી સુધી તાપમાન વધવાની સંભાવના છે. આજે એક દાયકામાં એકવાર આવનારી હીટવેવ 1.5 ડિગ્રી સેલ્સીયસ તાપમાન પર ચાર ગણો વધુ જશે તેમજ 2 ડિગ્રી તાપમાને 6 ગણી વધવાની શકયતા છે. બીજી તરફ ઉષ્ણકટિબંધિય વિસ્તારોમાં વધુ વરસાદ થશે અને ઉપ- ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વરસાદની અછત વર્તાશે. જેથી ત્યાં અતીવૃષ્ટિની સ્થિતિ પેદા થશે. પૂર્વ ઔદ્યોગિક સ્તરની તુલનાએ બે ડિગ્રી તાપમાન વધશે તો સાતમાંથી 10 ટકા જમીન કૃષિલાયક નહી રહેતેમજ પાકની ઉપજ પર પણ તેની અસર વર્તાશે. 1.5 ડિગ્રી તાપમાન વધતા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં મકાઈના પાકમાં 3 ટકાનો ઘટાડો નોંધાશે.

(5:52 pm IST)