Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

તાલિબાને અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલ પ્રાંત પર કરેલ કબજામાં નવા કાયદા-નિયમો જાહેર કર્યા

નવી દિલ્હી: તાલીબાને અફઘાનીસ્તાનનાં ઉતર પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રાંત તખર પર થોડા સમય પહેલાજ કબ્જો કર્યો હતો અને હવે આ નવા કબ્જે કરેલા જીલ્લામાં નવા કાયદા અને નિયમ જાહેર કર્યા છે. જેમાં મહિલાને ઘેર એકલાં ન રાખવા તેમજ પુરૂષોને દાઢી વધારવાનાં આદેશ કર્યા છે.; એવુ એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે.

મળતી વિગતો મુજબ તાલીબાને છોકરીઓ સામે દહેજનો નિયમ પણ નકકી કર્યો છે. તખરનાં સમાજ કાર્યકર્તાએ જણાવ્યું કે આ ઉપરાંત તાલીબાન સબુત વિના પણ કેસ ચલાવવા પર જોર દઈ રહ્યા છે. તાલીબાને ભુતકામાં ઈસ્લામી શાસનને ખુબ કઠોર બનાવ્યુ છે.જેમાં શાળામાં ભણતી દીકરીઓ અને મહિલાઓને પોતાના ઘરની બહાર કામ ન કરવું. મહિલાઓએ ઘરે એકલા ન રહેવા જેવા નિયમો બનાવ્યા જેમાં ઉલ્લંધન કરનાર અપમાન તેમજ જાહેરમાં માર મારવા સહીતની સજા ફટકારવામાં આવે છે અને આ સજા તાલીબાનની સ્થાનિક પોલીસ ડરે છે. તાલીબાનોએ નાગરીકો તથા સરકારી રક્ષા અને સુરક્ષા દળો વિરૂધ્ધ પોતાનું આક્રમણ તેજ કર્યું છે. સાથે જ દેશનાં અનેક જીલ્લા પર નિયંત્રણ મેળવ્યુ છે.

(6:33 pm IST)