Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

અબુધાબીમાં ભારતીય મૂળના ડોક્ટરને લાગ્યો જેકપોટ:થયો 40 કરોડનો ફાયદો

નવી દિલ્હી: ૩૭ વર્ષીય ભારતીય પુરુષ અને તેના સાથીઓને યુએઇમાં ૪૦ કરોડ રૃપિયા(૨ કરોડ દિરહમ)નો જેકપોટ લાગ્યો છે તેમ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. મીડિયાના અહેવાલ અનુસાર કેરળના રણજીત સોમરાજન અબુધાબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ટીકિટ ખરીદતો હતો. તે મસ્જિદની સામે ઉભો હતો ત્યારે તેને જેકપોટ જીતવાના સમાચાર મળ્યા હતાં.

સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે મેં કયારેય પણ વિચાર્યુ ન હતું કે હું જેકપોટ જીતી જઇશ. હું હંમેશા વિચારતો હતો કે મને બીજુ અથવા ત્રીજુ ઇનામ મળે. જો કે આ વખતે બીજુ ઇનામ ૩૦ લાખ દિરહમ અને ત્રીજુ ઇનામ ૧૦ લાખ દિરહમનું હતું.

૪૦ કરોડ રૃપિયાનું જેકપોટ જીત્યાના સમાચાર મળ્યા પછી સોમરાજન પર અભિનંદનની વર્ષા થઇ રહી છે અને તેનો ફોન સતત વ્યસ્ત થઇ ગયો છે. તેણે જણાવ્યું હતું કે સારા પગારની નોકરી મેળવવા માટે તેનું અત્યાર સુધીનું જીવન સંઘર્ષમય રહ્યું છે. સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે તે ૨૦૦૮થી યુએઇમાં છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેણે દુબઇ ટેક્સીમાં અને અન્ય વિવિધ કંપનીઓમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી છે. ગયા વર્ષે તેણે એક કંપનીમાં ડ્રાઇવર કમ સેલ્સમેન તરીકે કાર્ય કર્યુ હતું પણ ત્યાં તેનો પગાર કપાઇ જતાં તેના માટે જીવન મુશ્કેલ બની ગયું હતું. સોમરાજન જેકપોટની આ રકમ અન્ય ૯ સાથીઓ સાથે શેર કરશે.

(6:30 pm IST)