Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જાપાનની આ કંપનીએ કર્મચારીઓને ચાર દિવસીય વિકઓફ આપશે

નવી દિલ્હી: દેશમાં ગમે તે કંપની હોય પરંતૂ કંપનીના કર્મચારીઓ પોતાના વીકઓફ ની રાહ જોતા હોય જેથી તે પરિવાર સાથે પોતાનો સમય સ્પેન્ડ કરી શકે. ખાસ કરીને સન્ડે..પરંતૂ જો કોઇ કંપની તમને એકસાથે એઠવાડિયામાં 3 રજા આપી દે તો એનાથી ખુશીની વાત કોઇ હોય જ ના શકે. આ ખુશી જાપાનની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે આ જાહેરાત કરી છે. જાપાનની પેનાસોનિક કંપનીએ જાહેરાત કરી છે કે, Panasonic એ તેમના કર્મચારીઓને વૈકલ્પિક ચાર-દિવસીય વીકઓફ આપશે. આ કંપનીએ આ પગલુ તાજેતરની માર્ગદર્શિકાને પગલે ભર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે, તે તેના કર્મચારીઓને એક અઠવાડિયામાં ત્રણ રજાઓ આપશે. એટલે કે કર્મચારીઓએ હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ પર આવવું પડશે. કંપનીના આ પગલાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. કર્મચારીની 3 દિવસની રજા પર સરકારનું કહેવું છે કે,વધારાના વેકેશનના દિવસોમાં કર્મચારીઓને તેમના બાળકો, માતા-પિતા, પરિવારના કોઈપણ વૃદ્ધ સભ્યની સંભાળ રાખવામાં અથવા સ્વયંસેવક કાર્ય કરવામાં મદદ કરવામાં આવશે. 'જાપાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, પેનાસોનિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, અઠવાડિયામાં 3 રજાઓ લેવાનો વિકલ્પ  ટ્રાયલ પુરતો લેવામાં આવ્યો છે. પરિણામ જોયા પછી, તેને પૂર્ણ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

 

(7:11 pm IST)