Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ડેન્ટિસ્ટની નોકરી છોડી રહ્યા છે અહીંયાના ડોકટરો:દર્દીઓને 3 વર્ષ પછીની મળી એપોઇન્ટમેન્ટ

નવી દિલ્હી: કોરોનાના કારણે પરેશાન બ્રિટનમાં હવે ડૉક્ટરો નોકરી છોડી રહ્યા હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા એક વર્ષમાં અહીં બે હજારથી પણ વધુ ડેન્ટિસ્ટે નોકરી છોડી છે. તેનાથી આશરે 40 લાખ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. એસોસિયેશન ઓફ ડેન્ટલ ગ્રૂપ્સે નેશનલ હેલ્થ સર્વિસના આંકડાના હવાલાથી જણાવ્યું છે કે 2020ના અંત સુધી બ્રિટનમાં 23,733 ડેન્ટિસ્ટ હતા, જે 2021ના અંતમાં ઘટીને 21,544 થઈ ગયા. આ છેલ્લા એક દસકાનો ડેન્ટિસ્ટ્સનો સૌથી ઓછો આંકડો છે. આ કારણસર સ્થિતિ એવી છે કે દેશના અનેક વિસ્તારોમાં ડેન્ટિસ્ટ્સની એપોઈન્ટમેન્ટ 3 વર્ષ પછીની મળી રહી છે. તેને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. અનેક લોકો દાંતની સર્જરી માટે પોતાનું શહેર છોડીને બીજા શહેરોમાં જઈ રહ્યા છે. નેશનલ હેલ્થ સર્વિસના ડેન્ટિસ્ટ્સ નહીં મળવાથી લોકોએ વધુ પૈસા ખર્ચીને ખાનગી ડૉક્ટરો જોડે જવું પડે છે.

 

(7:11 pm IST)