Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઘોઘાટથી જીવસૃષ્ટિને પણ થાય છે અસર:બદલાયું પ્રાણીઓનું વર્તન

નવી દિલ્હી: વિશ્વના ધ્વનિ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે મનુષ્યો, પશુ-પક્ષીઓ અને વૃક્ષ-છોડને પણ નુકસાન થઇ રહ્યું છે. મોટા શહેરોથી માંડીને અંતરિયાળ વિસ્તારો પણ ધ્વનિ પ્રદૂષણની ઝપટમાં આવી રહ્યા છે. વધુ ઘોંઘાટને કારણે પાચનતંત્રના રોગો, હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. હાર્ટ એટેકનું પણ જોખમ રહે છે. સતત થતા ભારે ઘોંઘાટને કારણે યુરોપમાં દર વર્ષે 48 હજાર લોકો હૃદયરોગથી પ્રભાવિત થઇ રહ્યા છે અને અંદાજે 12 હજાર લોકોના આકસ્મિક મોત થઇ રહ્યા છે. જર્મન ફેડરલ એન્વાયરમેન્ટ એજન્સીના ઘોંઘાટ નિષ્ણાત થોમસ માઇક કહે છે કે જો કોઇ ફ્લેટ કે ઘર મુખ્ય રસ્તા પર હોય તો ઓછું ભાડું આપવું પડે છે. તેનો અર્થ એ છે કે જે લોકોની આવક ઓછી છે તેમણે ઘોંઘાટવાળા સ્થળે રહેવું પડે તેવી શક્યતા વધુ છે. ઘોંઘાટથી માત્ર મનુષ્યો જ નહીં, પશુ-પક્ષીઓ પણ પ્રભાવિત થઇ રહ્યા છે. અભ્યાસથી જાણવા મળ્યું કે ઘોંઘાટને કારણે તમામ પ્રાણીઓની પ્રજાતિઓનું વર્તન બદલાઇ રહ્યું છે. ધ્વનિ પ્રદૂષણને કારણે સૌથી વધુ તકલીફ પક્ષીઓને થઇ રહી છે. તેમનો અવાજ ઊંચો થઇ રહ્યો છે, જેથી સાથીઓ સાથે વાત કરી શકે. યુરોપ, જાપાન કે બ્રિટનના શહેરોમાં રહેતા ટિટ પક્ષી જંગલોમાં રહેતા ટિટની સરખામણીમાં ઊંચા અવાજે ગાય છે.

 

(7:10 pm IST)