Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

બ્રિટન સ્થિત લિસેસ્ટર વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ પોતાના એક નવા અભ્યાસમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ચાલવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પરંતુ ઝડપથી ચાલવામાં આવે તો તે વધુ લાભદાયી છે. બ્રિટન સ્થિત લીસેસ્ટર વિશ્ર્વ વિદ્યાલયના સંશોધકોએ પોતાના એક નવા અભ્યાસમાં એવો રસપ્રદ ખુલાસો કર્યો છે કે ઝડપથી ચાલવાથી આયુષ્યમાં વધારો થાય છે. જેટલી ઝડપથી આપ ચાલશે એટલું જીવન જીવવાની સંભાવના અધિક રહે છે.
આ અભ્યાસ કોમ્યુનીકેશન્સ બાયોલોજી નામની એક પત્રિકામાં પ્રકાશિત થયું છે. સંશોધન બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટીના ડાયાબીટીસ રિસર્ચ સેન્ટરના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે માણસના જીવવાના અને વધુ જીવવાના બારામાં ગુઢ જાણકારીઓ ખૂબ ઓછી મળી શકે છે, જો કે તેમની ટીમ આ બાબતે વિભિન્ન પાસાઓ પર અધ્યયન કરી રહી છે કે કોણ વધારે જીવે છે. સાથે સાથે એ પણ જાણવાની કોશીશ થઈ રહી છે કે કોઈ 105 વર્ષ સુધી સ્વસ્થ રહે છે. જયારે કોઈનું 65 વર્ષમાં જ મોત કેમ થઈ જાય છે. કામ કરવા દરમિયાન ઝડપથી ચાલવું ફાયદાકારક: પ્રોફેસર થોમસ યેટસનું કહેવું છે કે અમારા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે રોજબરોજના કામોમાં ઝડપથી ચાલવાથી ડગ માંડવાથી દીર્ઘ આયુષ્યની સંભાવના વધુ રહે છે.

 

(7:09 pm IST)