Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુએસના હથિયારો તબાહ થયા હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આટલા દિવસો પછી પણ રશિયાના હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. હજુ પણ યુક્રેનમાંથી લોકોની હિજરત ચાલુ છે. રશિયાએ યુક્રેનમાં 400 થી વધુ ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે, તેમની તોપોએ મંગળવારે યુક્રેનિયન આર્ટિલરી અને બે ઇંધણ ડેપોને પણ નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, રશિયન વિમાનોએ સૈનિકો, શસ્ત્રો અને બે કમાન્ડ પોસ્ટ્સ સહિત 39 અન્ય લક્ષ્‍યો પર હુમલો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકા દ્વારા આર્ટિલરી રડાર, ચાર એર ડિફેન્સ રડાર અને છ દારૂગોળાના ડેપોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. રશિયન સેનાએ તેના હવાઈ હુમલામાં યુક્રેનના લવીવ શહેરને પણ નિશાન બનાવ્યું હતું. મંગળવારે અહીં ચાર અલગ-અલગ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. મેયર એન્ડ્રે સદોવીએ જણાવ્યું હતું કે, હુમલામાં ત્રણ પાવર સબસ્ટેશનને નુકસાન થયું છે. જેના કારણે લવીવના ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમણે કહ્યું કે, વીજળીના અભાવે બે પંપ સ્ટેશન પણ કામ કરી રહ્યાં નથી, જેના કારણે શહેરમાં પાણી પુરવઠાને અસર થઈ છે. સદોવીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, શહેરના લોકોએ શરણ લઇ લેવી જોઈએ. લવીવથી જતી ટ્રેનોએ સેવા બંધ કરી દીધી છે.

(7:09 pm IST)