Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ભારતના દાતણનીઅમેરિકામાં છે આટલી કિંમત

નવી દિલ્હી: ભારતમાં શહેરોમાં રહેનારા મોટાભાગના લોકો તો દાતણને ભુલી ગયા છે. જેનાથી રોજ સવારે બ્રશ કરવામાં આવતુ હતુ. ગ્રામ્ય વિસ્તારમાં જોકે આ ચલણ હજી જોઈ શકાય છે. ભારતના દાતણનુ અમેરિકામાં હવે વેચાણ શરૂ થયુ છે. મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાની એક ઈ કોમર્સ વેબસાઈટે 1800 રૂપિયામાં લીમડાનુ એક નંગ દાતણ વેચવાનુ શરૂ કર્યુ છે. સામાન્ય રીતે ભારતમાં હજી પણ પાંચેક રૂપિયામાં એક નંગ દાતણ મળી જતુ હોય છે. ભારતના યોગની તો અમેરિકામાં બોલબાલા વધી જ છે ત્યારે દાતણનુ વેચાણની શરૂઆત પણ આશ્ચર્યજનક છે. અમેરિકામાં હાલમાં તેને કેમિકલ મુક્ત એક ઓર્ગેનિક પ્રોડકટ તરીકે જોવામાં આવી રહી છે. દાતણ વેચનાર કંપની લીમડાના દાતણના ફાયદા પણ ગણાવી રહી છે. થોડા સમય પહેલા ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટે ભારતીય ઢબના ખાટલાને 41000 રૂપિયામાં વેચવાનુ શરૂ કર્યુ હતુ. આ ટાઈપના ખાટલા ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતા હોય છે. ભારતમાં ધાબા પર પણ લોકો આવા ખાટલામાં બેસીને ભોજન કરતા હોય છે. ભારતમાં તે 1000 રૂપિયાથી 5000 રૂપિયામાં ઉપલબ્ધ છે.

(5:44 pm IST)