Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

અફઘાનિસ્તાનમાં ભુખમરાનું પ્રમાણ વધતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૧ લાખ બાળકોને ચાલુ વર્ષે અતિ ગંભીર કુપોષણનો સામનો કરવો પડશે તેમ યુએનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ભૂખમરાનું પ્રમાણ વધતા હોસ્પિટલમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી રહી છે.
ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હસ્તગત કર્યા પછી યુનાઇટેડ નેશન્સ અને અન્ય સહાયક એજન્સીઓએ મોટા પ્રમાણમાં કાર્યક્રમો શરૂ કરીને ભૂખમરાની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા હતાં.  જો કે આ પ્રયત્નો સતત કથળી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવામાં અસમર્થ હતાં. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનાજના ભાવ સતત વધી રહ્યાં છે ત્યારે અફઘાનિસ્તાનમાં કુપોષણ અને ભૂખમસ્ની સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. બાળકોની સાથે તેમની માતાઓ પણ કુપોષણ અને ભૂખમરાનો સામનો કરી રહી છે. તેના કારણે સ્તનપાન કરાવતી માતાઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
૩૦વર્ષીય નાઝિયાના જણાવ્યા અનુસાર કુપોષણને કારણે તેના ચાર બાળકોનાં મોત થયા છે. જેમાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. આ ચારેય બા ળકોના મોત બે વર્ષથી ઓછી ઉંમરમાં થયા હતાં.  નાઝિયાના જણાવ્યા અનુસાર તેનો પતિ રોજમદાર મજૂર છે અને તેને ડ્રગ્સ લેવાની ટેવ હોવાથી તે ખૂબ જ નાણાં ઘરમાં આપે છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં અનેક પુરુષો ડ્રગ્સના વ્યસની બની ગયા છે.

 

(6:29 pm IST)