Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

દક્ષિણ મેક્સિકોમાં વાવાઝોડા સહીત પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 11એ પહોંચ્યો

નવી દિલ્હી: દક્ષિણ મેક્સિકોમાં વાવાઝોડા અગાથાને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં એોછા ૧૧ લોકોનાં મોત થયા છે અને ૩૩ લોકો લાપતા થયા છે તેમ દક્ષિણમાં આવેલા ઓક્સાકાના ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું છે.ઓક્સાકાના ગવર્નર એલેજાન્દ્રો મૂરાતે જણાવ્યું હતું કે પૂરને કારણે અનેક મકાનો તણાઇ ગયા છે. જ્યારે અનેક લોકો કીચડમાં અને કાટમાળમાં દબાયેલા છે. મૂરાતે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે લોકોનાં મોત પૂર અને ભૂસ્ખલનને કારણે થયા છે. તેમણે જણાવ્યું હતું કે મૃતકો પેકી મોટા ભાગનો લોકો પર્વતીય વિસ્તારોમાં આવેલા નાના શહેરોમાં હતાં. હુઆતુલ્કોના રિસોર્ટમાં ત્રણ બાળકો લાપતા થવાના પણ સમાચાર છે. અગાથા વાવાઝોડાને કારણે ૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે આ વાવાઝોડું નબળું પડી ગયું છે અને હવે તે વેરાક્રૂઝ રાજ્યની તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બહાલ થઇ ગયો છે. કેટલાક વિસ્તારોમાં મકાનોને ભારે નુકસાન થયું છે. અનેક મકાનો તણાઇ ગયા છે. જ્યારે કેટલાક મકાનોને ભારે નુકસાન થયું છે.

 

(6:29 pm IST)