Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

આ કંપનીએ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો સમય કર્યો સમાપ્ત

નવી દિલ્હી: ટેસ્લાના માલિક ઇલોન મસ્કે તેના કર્મચારીઓને જણાવ્યું છે કે વર્ક ફ્રોમ હોમનો સમય હવે પૂરો થઈ ગયો છે. તેઓ હવે કંપનીમાં હાજર રહે. તાજેતરમાં સ્ટાફને કરેલા ઇ-મેઇલમાં મસ્કે જણાવ્યું હતું કે ટેસ્લામાં હવે વર્ક ફ્રોમ હોમ સ્વીકારવામાં નહી આવે. હવે જે કર્મચારીઓ ઓફિસે પરત ફરવા માંગતા ન હોય કે ડબલ્યુેફએચની ઇચ્છા ધરાવતા હોય તે નોકરી છોડી શકે છે. તેઓએ બીજે ક્યાંક નોકરી શોધી લેવી જોઈઅ, એમ તેમણે ટ્વિટર પર યુઝરને જવાબ આપતા લખ્યું હતું જેણે વર્ક ફ્રોમ ઓફિસને જરીપુરાણો કન્સેપ્ટ ગણાવ્યો હતો. આ જ વિષયને ધ્યાનમાં રાખીને મસ્કે સ્ટાફને લખેલા સત્તાવાર ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે જે લોકો રિમોટ વર્ક કરવા માંગતા હશે તેઓએ પણ ઓફિસમાં ઓછામાં ઓછા ૪૦ કલાક તો આપવા જ પડશે, જો તે આટલો સમય નહી આપી શકે તો તેમણે ટેસ્લા છોડવી પડશે. મસ્કે જણાવ્યું હતું કે કર્મચારીએ આ ઓફિસ એટલે ટેસ્લાની મુખ્ય ઓફિસે આવવું પડશે. તેઓ પોતાની જોબ ડયુટીઝ સાથે અસંલગ્ન હોય તેવી રિમોટ બ્રાન્ચમાં જઈ કામ પતાવી આપે તે નહી ચાલે. ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી ઓફિસ ભલે બીજે ગમે તે રાજ્યમાં હોય પરંતુ તમે જો ફ્રેમોન્ટ ફેક્ટરી હ્યુમન રિલેશન્સ માટે જવાબદાર હશો તો ત્યાં જ આવવું પડશે.હવે તમને આશ્ચર્ય થશે કે ઇલોન મસ્ક કયા પ્રકારનો બોસ છે. મસ્ક કંઈ પહેલી વખત તેના હાથ નીચે કામ કરનારા સામે આટલો આકરો થયો નથી.

 

(6:28 pm IST)