Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

અમેરિકાએ યુક્રેનને મીડીયમ રેન્જ રોકેટ સિસ્ટમ પુરી પાડે તેવી માહિતી

નવી દિલ્હી: યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે યુક્રેન આ માટે ઘણા સમયથી માગણી કરી રહ્યું હતું. જેથી શત્રુઓ ઉપર નિશ્ચિત રીતે હુમલા કરી શકાય. ફક્ત અમેરિકા જ નહી યુરોપના દેશોએ પણ યુક્રેનને વધારે એડવાન્સ શસ્ત્રો પૂરા પાડવા હામી ભરી છે. જર્મનીએ જણાવ્યું હતું કે તે યુક્રેનને અત્યાધુનિક એન્ટિ ટેન્ક મિસાઇલ અને રાડાર સિસ્ટમ પૂરી પાડશે. જ્યારે અમેરિકા હાઇટેક મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ્સ પૂરી પાડશે. અમેરિકાએ ડરને લીધે હજી સુધી તે અપીલ સ્વીકારી ન હતી તે માટે જાહેરાત કરતા બાયડને જણાવ્યું હતું કે, આથી રશિયા સાથે મંત્રણા કરવામાં યુક્રેનની સ્થિતિ વધુ મજબૂત બનશે અને રાજકીય ઉકેલ શોધવાની સંભાવના વધશે.બાયડને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ યુક્રેનને વધુ પ્રબળ રોકેટ અને વધુ પ્રમાણમાં યુદ્ધ સામગ્રી આપી તેને વધુ 'યુદ્ધ સક્ષમ' બનાવશે. જો કે આ પૂર્વે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે તેવા શસ્ત્રો નહી આપીએ જે રશિયા ઉપર હુમલો કરી શકે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે નવા શસ્ત્રોમાં M142 હાઇ મોબીલીટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમ (HIMARS) સામેલ કરાશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે તેની સંખ્યા કેટલી હશે.

 

(6:28 pm IST)