Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સ્ટાફના અભાવના કારણોસર યુએસમાં 5 દિવસમાં 2800 ફ્લાઈટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: કોરોનાકાળ બાદ અમેરિકામાં પેસેન્જર વિમાન દ્વારા પ્રવાસ માટે નીકળેલાની પણ સફર મુશ્કેલીભરી સાબિત થઇ રહી છે. અમેરિકામાં 28મેથી 1 જૂન દરમિયાન 5 દિવસમાં જ 2,800 ફ્લાઈટ રદ થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ એરલાઈન્સ પાસે સ્ટાફની અછત બતાવાયું છે. ન્યુયોર્ક, વોશિંગ્ટન, ટેક્સાસ, ઓહિયો, મિસિસિપી અને ડલાસમાં લાખો મુસાફર એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ખરેખર કોરોનાકાળમાં અમેરિકામાં મુખ્ય એરલાઈન્સોએ તેના સ્ટાફમાં લગભગ 55 ટકાનો કાપ મૂક્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફમાં તો 60 ટકાથી વધુનો કાપ મુકાયો હતો. એવામાં હવે મુસાફરો વધી જવા છતાં પણ એરલાઇન્સે નવી ભરતીઓ શરૂ નથી કરી. ફ્લાઈટ અવેર વેબસાઇટ અનુસાર કોરોનાકાળથી પૂર્વ અમેરિકામાં રોજ લગભગ 30 હજારથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું. હવે આ આંકડો લગભગ 28 હજારે પહોંચી ગયો છે. અમુક એરલાઈન્સનો સ્ટાફ બીમાર છે. એવામાં સ્ટાફની અછત વર્તાઈ રહી છે.

 

(6:27 pm IST)