Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

દવાઓથી પેટ ફુલાવીને લગભગ ૭૦૦ મહિલાઓને પ્રેગ્નન્ટ હોવાનો ભ્રમ કરાવનાર ઠગ પકડાઇ

લંડન તા.ર : પશ્ચિમ આફ્રિકાના ગિની દેશમાં ના ફેન્ટા કામારા નામની મહિલા ઠગે નિઃસંતાન મહિાલાઓ સાથે એવી દગાબાજી કરી છે, જેની કોઇ કલ્પના પણ ન કરી શકે. લગભગ છેલ્લા દોઢ વર્ષથી કામારાબહેન નિઃસંતાન મહિલાઓને સંતાનપ્રાપ્તિ કરાવી આપવાનુંગાજર બતાવીને ઠગતી રહી હતી. મહિલાઓને પ્રેગનન્સી રહે એ માટે તે કેટલીક વનસ્પતિઓનું જુસ પિવડાવતી એને કારણે તેમને ઉલટીઅન ઝાડા થવાનું શરૂ થતુ. આ ઠગબાઇની શરત રહેતી કે એકવાર તેની પાસે સારવાર શરૂ કરાવ્યા પછી તેમણે કોઇ હોસ્પિટલ કે ડોકટરને બતાવવા જવું નહી કામારાએ એક લેબોરેટરીવાળાને પણ ફોડી રાખ્યો હતો. આ લેબવાળો ઠગ પાસે આવતી મહિલા દર્દીઓને નકલી પ્રેગનન્સીના પોઝીટીવ રીપોર્ટ આપતો હતો. મહિનાઓ સુધી પેટમાં જુસ અને કાઢા નાખીને મહિલાઓને આફરો ચડી જતો.

આફરાની બેચેનીને તેઓ પ્રેગનન્સી દર્દ સમજી લેતી. ઠઠગબાઇ પોતાની એક વિઝિટના ર૦૦૦ રૂપિયા લેતી. ગિની જેવા દેશમાં જયાં લોકોની માસિક કમાણી માંડ રપ૦૦ રૂપીયા ત્યાં આટલાબધા રૂપીાય આપવા માટે લોકો બાળકની આશાએ ઘર જમીન વેચીનેદેવું કરતા થઇ ગયા હતા. લગભગ ૭૦૦ મહિલાઓ તેના પેશન્ટ લિસ્ટમાં હતી. થોડાક સમય પહેલા જયારે કેટલીક મહિલાઓને ૧ર મહિનાની સારવાર પછી પણ ડિલીવરી ન થઇ ત્યારે તેમના પતિઓતેમને ડોકટર પાસે લઇ ગયા અને ત્યાં ભાંડો ફૂટયો કે તેમની પત્નીઓ કયારેય પ્રેગનન્ટ હતી જ નહી. એક પછી એક આવા કિસ્સા બહાર આવતા કામારાબાઇની ઠગાઇ પકડાઇ ગઇ.

(11:46 am IST)