Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

૭૫ લાખના હાર્ટ માટે બેકપેક બાંધવી પડે છે બ્રિટિશ મહિલાને

લંડન તા.૨: બ્રિટનના એસેકસ પ્રાંતના કલેહોલમાં રહેતી ૩૯ વર્ષની સેલ્વા હુસેન બે બાળકોની મમ્મી છે. છ મહિના પહેલાં તેને અચાનક હાર્ટ-અટેક આવ્યો હતો. તેના હાર્ટના ટિશ્યુ ખરાબ થયા હોવાથી એને હટાવવું જરૂરી બન્યું હતું. એના સ્થાને તેના શરીરમાં આર્ટિફિશ્યલ હાર્ટ બેસાડવામાં આવ્યું છે. આ  કૃત્રિમ હાર્ટને ૨૪ કલાક બેટરીથી ઓપરેટ કરવું પડે છે એટલે તેના શરીર સાથે આશરે ૮૬,૦૦૦ પાઉન્ડ (આશરે ૭૫ લાખ રૂપિયા)ની એક બેકપેક બાંધી રાખવી પડે છે. એમાં ૬.૮૦ કિલોની બેટરી અને બીજા ઉપકરણો છે. જો આ મશીનમાં ખરાબી સર્જાય તો માત્ર ૯૦ સેકન્ડમાં બેકઅપ મશીન શરૂ કરવાનું રહે છે એટલે તેની સાથે ચોવીસે કલાક એક નર્સ રાખવી પડે ચે. જો આ કાર્ય આટલી ત્વરાથી થાય નહીં તો સેલ્વાના જીવને જોખમ રહે છે.

(2:21 pm IST)