Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઓએમજી....આ મહિલા ગાયને પોતાની સાથે કારમાં લઈને ફરે છે

ઓએમજી....આ મહિલા ગાયને પોતાની સાથે કારમાં લઈને ફરે છેનવી દિલ્હી: તમારામાંથી ઘણા લોકોને ડોગી પાળવાનો શોખ હશે. જો તમારી પાસે ડોગ નથી તો પણ તમે લોકોને તેમના પાલતુ શ્વાનને લઇને ફરતા જોયા હશે. આવા લોકો જ્યાં પણ જાય છે પોતાના પાલતું શ્વાનને લઇને જાય છે. તમે ઘણી વાર રસ્તામાં એવી કાર જોઇ હશે જેમાં પાલતું ડોગીને બેસાડીને લઇ જવાતુ હશે. પરંતુ અમને ભરોસો છે કે તમે ક્યારેય કોઇ ગાયને કારમાં બેસેલી નહી જોઇ હોય. આજે અમે તમારા માટે એવો જ એક વીડિયો લઇને આવ્યા છીએ. સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરતા હોય છે. કેટલાક વીડિયો જોઇને લોકોનો દિવસ બની જાય તો પછી કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દે. આજનો વીડિયો પણ તેવો જ છે.

આ વીડિયો અમેરીકાના વિસ્કૉન્સિનનો છે. અહીં જેસીકા નેલ્સન માર્શફિલ્ડ નામની મહિલા મેકડૉનલ્ડ્સના ડ્રાઈવ થ્રૂમાં પોતાના ઓર્ડરની રાહ જોઇ રહી હતી, તેવામાં તેમણે કઇંક અજીબ જોયુ. તેનાથી થોડી જ દૂર ઉભેલી એક કારની પાછલી સીટ પર તેણે એક ગાયને બેસેલી જોઇ. આ વિચિત્ર દ્રશ્ય જોતા જ તેણે પોતાના ફોનમાં કેમેરા ચાલુ કરીને તેને રેકોર્ડ કરી લીધુ.

(5:48 pm IST)